Header Ad 728*90

‍વિદ્યાર્થીઓની વેદના

 

શાળાએ અમને બોલાવો સાહેબ...!

આ ઓનલાઇન ભણવુંહવે નથી ગમતું.

 

નથી અમારા ઘેર, ટી.વી. કે મોબાઈલ,

રોજ પડોશમાં જાવુંહવે નથી ગમતું.

 

ન પ્રાર્થના,ન ભજન ,ન રિસેસ, ન રમત,

ખાલી પુસ્તક પચાવવું ,હવે નથી ગમતું.

 

ગણિતમાં અમેઘણા ગોટાળે ચડીએ,

અધવચ્ચે ફસાવુંહવે નથી ગમતું.

 

તમારા મુખેથીસાંભળવી છે કવિતા,

રોજ બીજાનું ગાવુંહવે નથી ગમતું.

 

નકશામાં જોયું, ન કશામાં જોયું તોય,

આ જંગલઆ ટાપુહવે નથી ગમતું.

 

આ ઈંગ્લીશનું ગ્રામરઆ વિજ્ઞાનનો પ્રયોગ,

આ સંસ્કૃત ગોખાવવું, હવે નથી ગમતું.

 

શાળાએ અમને બોલાવો સાહેબ...!

આ સોટી વિના ભણવુંહવે નથી ગમતું.

 

# અજ્ઞાત સર્જકનો આભાર


Post a Comment

1 Comments

  1. મહામારીની મજબૂરી બુરી છે, એણે ઘણાનું ઘણું છીનવી લીધું છે.
    બસ એની રસી શોધાઈ જાય ત્યાં સુધી કોઈ રિસાઈ ન જાય એ ધ્યાન રાખશો!

    ReplyDelete